સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ આદિજાતિના વિદ્યાર્થીઓ માટેની ઉત્તમ ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ પ્રદાન કરનારી ગુજરાતની નિવાસી શાળાઓ પૈકી નામાંકિત સંસ્થાઓમાંની એક અગ્રેસર શાળા છે. જેમાં વિદ્યાર્થીઓને સૈનિક તાલીમ સહિત 10+2 પદ્ધતિ આધારિત શિક્ષણ આપવામાં આવે છે.
સૂર્યા ફાઉન્ડેશન, આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત સરકાર, જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) મોડલ પર ગુજરાતના આદિજાતિ બાળકો માટે સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ (SESS) નું સંચાલન કરી રહી છે. આ શાળા 2004 માં ગુજરાત ગવર્નમેંટ સૈનિક સ્કૂલ તરીકે અસ્તિત્વમાં આવી અને 2010 માં સૂર્યા ફાઉન્ડેશન, દિલ્લી. દ્વારા આ શાળાનું સંચાલન હાથ ધરવામાં આવ્યું છે. સૂર્યા ફાઉન્ડેશનના દૂરદર્શી ચેરમેન પદ્મશ્રી જય પ્રકાશ અગ્રવાલે આદિજાતિના બાળકોના ઉજ્જવળ ભાવિની કલ્પના કરી હતી, જે જીવનના પડકારોનો સામનો કરવા માટે અદમ્ય હિંમત ધરાવે છે. તેઓશ્રી અમારી શાળાના વિધ્યાર્થીઓ માટે પથદર્શક છે. તેમના અવિરત પ્રોત્સાહન અને માર્ગદર્શનથી આદિજાતિ સમુદાયના બાળકોનું શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય મોકળું થયું છે. સૂર્યા ફાઉન્ડેશનના વરિષ્ઠ નિવૃત્ત આર્મી અધિકારી બ્રિગેડિયર ડી.સી. પંતના માર્ગદર્શન હેઠળ શાળાનું સફળ સંચાલન થઈ રહ્યું છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, આ સૈનિક સ્કૂલને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવું, સૈનિક તાલીમ આપવી અને સાચા રાષ્ટ્રવાદના ગુણો આત્મસાત કરવાના તેમના નવતર વિચારો દ્વારા ખ્યાતિ અને નામના પ્રાપ્ત કરી સૂર્યા ફાઉન્ડેશનના વરિષ્ઠ વાઇસ ચેરમેન, પદ્મશ્રી જય પ્રકાશજીના ધ્યેયને પૂર્ણ કરવા માટેનો માર્ગ મોકળો કર્યો છે. શિક્ષણ, શૌર્ય અને સંસ્કાર એમ ત્રણ વેદીઓ પર શાળા કાર્યરત છે.
અત્યારે શાળામાં કુલ 462 વિદ્યાર્થીઓ અભ્યાસરત છે. પ્રત્યેક ધોરણમાં બે વર્ગો છે અને દરેક વર્ગની સંખ્યા 40 છે.
ધોરણ 7 થી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ શરુ થઈને ક્રમશઃ ધોરણ 12 સુધી વધે છે. આ શાળા શૈક્ષણિક, રમતગમત અને યુવા વિકાસ ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં એક શ્રેષ્ઠ શાળા તરીકે પોતાની ખ્યાતિ સ્થાપિત કરી છે. ધોરણ-10 અને 12 ના વર્ગોએ અત્યાર સુધીમાં લગભગ 100% પરિણામ પ્રાપ્ત કર્યાં છે. વિદ્યાર્થીઓએ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની રમતોમાં સેંકડો એવોર્ડ પણ મેળવ્યા છે.