સુર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ફૂટબોલ, હેન્ડબોલ, એથલેટિક્સ, આર્ચરી, કરાટે, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ, બેડમિન્ટન વગેરે જેવી ઉત્તમ રમતો માટેની સુવિધાઓ પ્રદાન કરે છે. જે તેમને તંદુરસ્ત, સક્રિય તાજગી તેમજ સામાજિક રીતે સક્ષમ બનાવે છે. કેડેટ્સને સહકાર, ફરજ અને શિસ્તના પાઠ શીખવે છે. માનસિક રીતે રમતગમત કેડેટ્સના મૂડ અને એકાગ્રતામાં સુધારો કરે છે, આત્મવિશ્વાસને વધારે છે અને હતાશા અને અસ્વસ્થતાને ઘટાડે છે. રમતગમત કેડેટ્સને વધુ આત્મવિશ્વાસ, લચિક, સચેત અને ખુશી આપવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. વળી તે જીવનમાં સફળતા અને નિષ્ફળતા કેવી રીતે પચાવવી અને સાચી ખેલદિલી કેવી રીતે વિકસાવવી તે માટે ખેલાડીઓ સાથે વ્યવહાર કરતાં શીખવે છે.