વ્યક્તિત્વ વિકાસ કેમ્પ (PDC) વ્યક્તિત્વના પાંચ આયામો છે. શારીરિક, નૈતિક, વ્યવહારિક, આધ્યાત્મિક, માનસિક અને બૌદ્ધિક. સૂર્યા ફાઉન્ડેશન વ્યક્તિત્વની દિશામાં ઉપરોક્ત બાબતોને પ્રાધાન્ય આપે છે. યોગ-ધ્યાન, પી.ટી., સમૂહકવાયત, નિસર્ગોપચાર, બૌદ્ધિક સત્ર,આર્ટ એન્ડ ક્રાફટ, સુલેખન, પત્ર લેખન, વૃક્ષારોપણ, જન્મદિવસની ઉજવણી, સામાજિક- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પ્રેરક ચલચિત્રો, રમતો અને ટ્રેકિંગ જેવા કેમ્પોમાં કેડેટ્સનો સર્વાંગી વિકાસ કેન્દ્રમાં રાખીને શિસ્ત અને નિયમિતતા સાથે વ્યક્તિગત અભ્યાસની ગુણવત્તામાં પણ સુધાર જોવા મળે છે.