અહીં ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણકાર્ય ચાલે છે. ધોરણ છઠ્ઠામાં એસ. ટી. બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જનરલ કેટેગરીના ૨૫ % બાળકોને પ્રવેશ મળી શકે છે. તેમાં ધોરણ 6 થી 8 માં (નોન એસ ટી ) છાત્રને 70,000 (સિત્તેર હજાર રૂપિયા) વાર્ષિક ફી ભરવાની રહેશે. જેમાં વર્ષભર રહેવા અને બોર્ડીંગ ફી સહિત શાળા ફી સંપૂર્ણપણે મેનેજમેન્ટના નિર્ણયના પર આધારિત છે. ક્યારેક તેમાં સુધારો કરવામાં આવે છે. દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચ માસમાં ગુજરાત રાજ્ય આદિજાતિ શિક્ષણ સોસાયટી (GSTES) ગાંધીનગર દ્વારા ધોરણ 6 માં એસ.ટી. વિદ્યાર્થીઓના પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે અને તેના પરિણામને આધારે પ્રતિક્ષા યાદી બનાવામાં આવે છે. ખેરંચા સૈનિક સ્કૂલમાં ફક્ત વિદ્યાર્થી ભાઇઓ એટલે કે છોકરાઓ માટે જ પ્રવેશ છે. તબીબી અને શારીરિક રીતે સક્ષમ હોય તે જ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે છે.