જુદા જુદા દેશોમાં મુસાફરી કરનાર અને વિદ્વાનો સાથે સંબંધ રાખનાર વ્યક્તિની
બુદ્ધિ તે રીતે વધે છે જેમ તેલનું એક ટીપું પાણીમાં ફેલાય છે.
વિવિધ ઐતિહાસિક મહત્વના સ્થળો, સંરક્ષણ સંસ્થાઓ, મથકો, ઔદ્યોગિક એકમો અને વિવિધ સરકારી કચેરીઓ માટે શૈક્ષણિક અને પ્રેરક પ્રવાસો એ આ શાળાની વાર્ષિક યોજનાનું અભિન્ન અંગ છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમ સિવાયનું શિક્ષણ શીખવવા માટે અને સારું તાદાત્મ્ય સાધવા માટે કેડેટસને રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (NDA), પુના, શિવાજી મહારાજના કિલ્લાઓ, નેવલ ડોક્યાર્ડ મુંબઈ લોકલ ટ્રેન કંટ્રોલ સેન્ટર જેવા ઐતિહાસિક સ્થળો એ શૈક્ષણિક પ્રવાસ કરાવવામાં આવે છે. રાજસ્થાનમાં ચિત્તોડગઢ, ઉદયપુર, નાથદ્વારા અને માઉન્ટ આબુ જેવા સ્થાનો અને નવી દિલ્હીમાં એરફોર્સ મ્યુઝિયમ અને સંસદ જેવા માહિતીપ્રદ સ્થળો અને અમૃતસરમાં વાઘા બોર્ડર જેવા ઐતિહાસિક સ્થળોએ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. કેડેટસમાં પ્રવાસના જ્ઞાનને આત્મસાત કરવા માટે અમે ગુજરાતમાં મુન્દ્રા બંદર અને કચ્છ ખાતે સૂર્યા રોશની લિમિટેડ, વેલસ્પન પ્લાન્ટ, મોઢેરા સુર્ય મંદિર, સાયન્સ સીટી, અમદાવાદ, અક્ષરધામ જેવા સ્થળો અને ઔદ્યોગિક એકમોના માહિતીસભર પ્રવાસનું આયોજન કરીએ છીએ. – ‘જે શિક્ષણ પ્રાપ્ત કરવાનું એક માધ્યમ છે.’ આ શાળામાં દરેક વર્ગના કેડેટસ માટે રાજ્યની અંદર અને બહારના શૈક્ષણિક પ્રવાસનો લાભ આપવામાં આવે છે.