1. શૈક્ષણિક સિદ્ધિઓ
એસ.એસ.સી. પરિણામ
એચ.એસ.સી. પરિણામ
2. રમત ગમત
રમતના ક્ષેત્રમાં અમારા વિદ્યાર્થીઓ એથ્લેટીક્સ અને આર્ચરી રમતોમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામીને પોતાની અલગ છાપ ઊભી કરી છે. આજ દિન સુધીમાં ખેલ મહાકુંભમાં ૨૩ લાખનું માતબર ઇનામ પ્રાપ્ત કર્યું છે.
સરકાર દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ઈવેન્ટ વર્ષ 2014-15માં અમારી શાળાએ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ (EMRS) ગુજરાત રાજ્યમાં ઉત્તર ઝોનના પાંચ જિલ્લાઓની સ્પોર્ટમીટનું આયોજન કર્યું હતું. તેમાં અમારી શાળાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
અમારી શાળાએ આખા ઉત્તર ઝોનમાં ગુજરાત રાજ્યના ચારેય ઝોનની રાજ્યકક્ષાની એકલવ્ય સોસાયટીની વાર્ષિક રમતગમત સ્પર્ધા વર્ષ-2014-15માં તારીખ 5 થી 7 ફેબ્રુઆરી, 2015 નર્મદા જીલ્લાના રાજપીંપળા મુકામે રમત-ગમત સંકુલમાં યોજવામાં આવી હતી. તે સમયે ધોરણ 10માં અભ્યાસ કરતો કેડેટ રામસીંગ રાઠવા રાજ્ય ચેમ્પિયન તરીકે ઘોષિત કરી નીચે જણાવેલ વિગતો મુજબ શ્રેષ્ઠ સ્પોર્ટ્સ પર્સનની એકંદર ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યો હતો:-
• 100 મીટર દોડમાં પ્રથમ
• ચક્રફેકમાં બીજો નંબર
• રિલે દોડમાં બીજો નંબર
અમારી શાળાએ રમત-ગમત ક્ષેત્રે નીચે પ્રમાણે ઉપાધિઓ પ્રાપ્ત કરેલ છે.
અમારી શાળાના કેડેટસે વર્ષ 2014-15માં રાષ્ટ્રીય સ્પર્ધામાં સતત 2 ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને એક કાંસ્ય પદક અને 2014-15 માં એક સિલ્વર મેડલ અને એક કાંસ્ય પદક મેળવ્યો હતો. (ફોટા અને નામ.)
શાળાની NCC ટુકડીએ વર્ષ 2013-14માં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.