એન.સી.સી. (નેશનલ કેડેટેસ કોર્પ્સ) જેનું સુત્ર છે. “એકતા અને અનુસાશન”. જે કેડેટ્સના વ્યક્તિત્વ વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ જ વિચારને કેન્દ્રમાં રાખીને સૂર્યા એકલવ્ય સૈનિક શાળાએ 2010 માં એન.સી.સી. ના જુનિયર વિભાગમાં 50 કેડેટ્સની માન્યતા મેળવી હતી. જે ક્રમશ: વધીને આજે 150 કેડેટ્સની સંખ્યાએ પહોચીં છે. ધો-9 પછી દરેક કેડેટ એન.સી.સી. “A” પ્રમાણપત્ર માટે પરીક્ષા આપે છે. અમારા કેડટ્સના ઉત્સાહ અને સમર્પણને ધ્યાનમાં રાખીને અમે સીનિયર વિભાગ માટે “B” પ્રમાણપત્ર માટે અરજી કરી છે. અમારા 5 એન.સી.સી. કેડેટ્સ વર્ષ 2018 માં T.S.C. (Thal Sena Camp) દિલ્હીમાં રાષ્ટ્રીય સ્તર પર ભાગ લીધો હતો. એક કેડેટ્સ 26મી જાન્યુઆરી 2018 ના રોજ R.D.C. (Republic Day Camp, Delhi) રાષ્ટ્રીય સ્તર પર ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને શાળાને ગૌરવ અપાવ્યું હતું.