અહીંના કેડેટ્સને નેતૃત્વના ગુણો પ્રદર્શિત કરવા અને ટીમ વર્ક વિકસિત કરવાની તકો આપવામાં આવે છે. લશ્કરી તાલીમનો એક મુખ્ય ધ્યેય એ છે કે શ્રેણીબદ્ધ તાલીમ અંતર્ગત કેડેટ્સમાં ક્ષમતા, આંતરિક પ્રોત્સાહન અને ચપળતાનું માળખું તૈયાર કરવું. કેડેટ્સમાં શિસ્ત વફાધારી, સેવાભાવ અને આત્મ વિશ્વાસ તેમજ ટીમ ભાવનાનો વિકાસ કરવા માટે આ લશ્કરી તાલીમ શાળામાં આપવામાં આવે છે. Obstacle કોર્સ અને સમૂહકવાયત એ શારીરિક શિક્ષણનો એક અભિન્ન ભાગ છે. સમૂહકવાયત એ અનુશાસનનો મુખ્ય આધાર છે. શાળામાં લશ્કરી તાલીમ આપવાનું મુખ્ય લક્ષ્ય એ છે કે કેડેટમાં શિસ્ત, વફાદારી, સેવાભાવ, આત્મવિશ્વાશ અને સમૂહ ભાવના જેવા ગુણોનો ઉછેર થાય. નાની વયનાં બાળકોમાં માનસિક, નૈતિક અને શારીરિક ગુણો પ્રદાન કરવાનો પ્રયાસ કરવા માટે તેને સંરક્ષણ સેવાઓમાં નોંધણી કરવા તેમજ જીવનના વિવિધ પ્રિય ક્ષેત્રમાં લાભદાયી રોજગાર મેળવવા માટે સક્ષમ બનાવે છે તેમજ તાલીમનું ગૌરવ, જવાબદારી અને દેશ ભક્ત નાગરિક બનવાવમાં પોષણ આપે છે.