સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં તમામ રમતો માટેના પૂરતા પ્રમાણમાં મેદાન છે. જેમાં તીરંદાજી, ફૂટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, બેડમિંટન, ટેબલ ટેનિસ, કબડ્ડી અને ખો-ખોનો સમાવેશ થાય છે. સ્કૂલ પાસે એથ્લેટિક્સ માટે સુવિધાયુકત ટ્રેક અને બાસ્કેટબ બોલ માટે પાકુ મેદાન છે. દરેક વિદ્યાર્થીને હાઉસ ફાળવવામાં આવે છે અને જૂનિયર, મીડલ, અને સિનિયર એમ ત્રણ જૂથોની તમામ મુખ્ય રમતોમાં ઇન્ટર હાઉસ પ્રતિયોગિતા યોજવામાં આવે છે. શાળામાં કેડેટસે તીરંદાજી અને એથ્લેટિક્સ જેવી રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને વિદ્યાર્થીઓએ આ ખેત્રે તેમની સૂક્ષ્મતા સાબિત કરવાની તકો વિસ્તૃત કરી છે.