સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ પાસે એક ઉત્તમ બેન્ડ છે જે યુવા કેડેટ્સને બ્યુગલ, ડ્રમ અને વાંસળી વગેરે જેવા વિવિધ સંગીતવાદ્યોમાં નિપુણતા મેળવવામાં તેમની ચાતુર્ય અને ક્ષમતા વિકસાવવા માટેનો માર્ગ પૂરો પાડે છે. શાળાના તમામ કાર્યક્રમો, પરેડ અને જિલ્લા/રાજ્ય કક્ષાના પ્રસંગોમાં સ્કૂલ બેન્ડ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અમારૂ સ્કૂલ બેન્ડ તેના પ્રદર્શન અને શિસ્ત દ્વારા સરતાજ બન્યું છે. વર્ષ 2017-18 થી દર વર્ષે અમારા સ્કૂલ બેન્ડે જિલ્લા કક્ષાની હરીફાઈમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે.