ધોરણ 7થી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણકાર્ય ચાલે છે જ્યારે ધોરણ 6 માં ગુજરાતી માધ્યમ છે. શિક્ષક તેના શિક્ષણનાં સાધનોના ઉપયોગ, કુશળતા, અને અનુભવથી વર્ગખંડનું શિક્ષણકાર્ય અસરકારક બનાવી શકે છે. શાળાના અસરકારક શિક્ષણ માટે શિક્ષણ પદ્ધતિઓમાં નીચેની રીતો અપનાવે છે. કેડેટની કુશળતા અને વિચાર ક્ષમતાને સુધારવા માટે પ્રયોગશાળાઓમાં વિવિધ પ્રયોગ કરીને દ્રશ્ય – શ્રાવ્ય શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ગખંડમાં તકનિકી, સ્માર્ટ બોર્ડ અને સહયોગી સાધનોનો ઉપયોગ કરીને અમારા કેડેટ્સને સક્રિય ભાગીદારી માટે જોડાયેલા રાખવામાં આવે છે. કેટલીકવાર સહકારી અને પૂછપરછ આધારિત શિક્ષણ કેડેટ્સની સમસ્યાને હલ કરવાની કુશળતા તેમજ વૈચારીક સમજ સુધારવામાં મદદ કરે છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓમાં રહેલી કુશળતા અને સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે અમે કલા કૌશલ્ય તેમજ કલ્પનાશીલ શિક્ષણની વ્યૂહરચના કરી છે.